યુકેના મિનીસ્ટર્સે યુકે-ભારત ભાગીદારીને સુપરચાર્જ કરવા માટે નવા સોદાઓની જાહેરાત કરી

યુકેના મિનીસ્ટર્સે યુકે-ભારત ભાગીદારીને સુપરચાર્જ કરવા માટે નવા સોદાઓની જાહેરાત કરી

યુકેના મિનીસ્ટર્સે યુકે-ભારત ભાગીદારીને સુપરચાર્જ કરવા માટે નવા સોદાઓની જાહેરાત કરી

Blog Article

યુકેના ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ અને ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર પોપી ગુસ્તાફસને આ અઠવાડિયે ભારતની મુલાકાત દરમિયાન 17 નવા નિકાસ અને રોકાણ સોદાઓની જાહેરાત કરી હતી. યુકેમાં પહેલાથી જ 950થી વધુ ભારતીય માલિકીની કંપનીઓ કાર્યરત છે અને ભારતમાં 650થી વધુ યુકે કંપનીઓ કાર્યરત છે, જે બંને દેશોના અર્થતંત્રોમાં 600,000થી વધુ નોકરીઓને ટેકો આપે છે.


યુકેના મિનિસટર્સે ટેક અને લાઇફ સાયન્સ ક્ષેત્રોમાં તાજેતરના ભારતીય રોકાણમાં £100 મિલિયનથી વધુ અને કરોડો ડોલરના નિકાસનું સ્વાગત કર્યું હતું. તો સપ્ટેમ્બર 2024 સુધીના 12 મહિનામાં યુકે અને ભારત વચ્ચે £41 બિલિયનનો વેપાર થશે. તાજેતરના ભારતીય બજેટમાં વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) ની રકમ 74%થી વધારીને 100% કરાયા બાદ યુકેની વીમા કંપનીઓને ભારતમાં હાજરી વધારવાની વધુ તકો મળી છે.

યુકે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ટેકનોલોજી અર્થતંત્ર ધરાવે છે, અને યુકેની ઘણી ટેકનોલોજી કંપનીઓએ પણ ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી છે, જે તેમની વૃદ્ધિ યાત્રાને વેગ આપે છે.

બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સે કહ્યું હતું કે “ટેક અને જીવન વિજ્ઞાન યુકેના અર્થતંત્ર માટે બે વિશાળ વિકાસ ક્ષેત્રો છે. મને ગર્વ છે કે સરકારી સમર્થનથી આ ક્ષેત્રોમાં અમારા કેટલાક શ્રેષ્ઠ બિઝનેસીસને ઉત્તેજક ભારતીય બજારમાં વિસ્તરણ કરવામાં મદદ મળી છે. તેમને વિકાસ તરફ આગળ વધતા જોવું ખૂબ જ આનંદદાયક છે, અને તેમની સફળતા યુકેના અર્થતંત્ર માટે લાખો પાઉન્ડ જેટલી હશે.”

યુકેમાં તાજેતરના ભારતીય રોકાણો કુલ £100 મિલિયનથી વધુ મૂલ્યના છે, જે આગામી ત્રણ વર્ષમાં AI, બિઝનેસ સેવાઓ અને કાપડ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સેંકડો નવી નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. યુકેમાં પ્રોજેક્ટ્સની સંખ્યાની દ્રષ્ટિએ ભારત સતત પાંચ વર્ષથી બીજા ક્રમનું સૌથી મોટું રોકાણકાર રહ્યું છે.

ઇન્વેસ્ટમેન્ટ મિનીસ્ટર પોપી ગુસ્તાફસને જણાવ્યું હતું કે “નવું ભારતીય રોકાણ સાબિત કરે છે કે સરકારની પરિવર્તન યોજના ભારતીય બિઝનેસીસને બ્રિટનમાં રોકાણ ચાલુ રાખવા માટે જરૂરી વિશ્વાસ આપી રહી છે. અમે વિશ્વને બતાવીશું કે યુકે રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ કેમ છે.”

Report this page